
૨૨ એપ્રિલ ૨૦૨૫ નાં રોજ જમ્મુ કાશ્મીર નાં પહેલગામ માં થયેલા આતંકવાદી હુમલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે જમ્મુ કાશ્મીર નાં પહેલગામ માં આતંકવાદીઓ એ પર્યટકો ને નિશાન બનાવી ૨૭ જેટલા નિર્દોષ દેશવાસીઓને મોત ને ઘાટ ઉતારી દીધા જે ઘટના થી સમગ્ર દેશ વાસીઓ માં રોષ ફાટી નીકળતા દેશમાં દરેક જાતિ અને સંપ્રદાય નાં લોકો એ એક સૂરમાં આતંકવાદીઓ અને પાકિસ્તાન ને નાબૂદ કરવા માટે દેશની સરકાર ને ટેકો જાહેર કર્યો છે જેના ભાગરૂપે દેશ નાં ખૂણે ખૂણે માં વિરોધ પ્રદર્શનો અને જન આક્રોશ નાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેવી જ રીતે નવસારી શહેરમાં પણ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ૨૭ એપ્રિલ ૨૦૨૫ રવિવારના રોજ સાંજે સમસ્ત મુસ્લિમ સમાજ નવસારી દ્વારા આયોજિત કેન્ડલ માર્ચ ન્યુ રીંગરોડ ખાતે આવેલ રોયલ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ થી કાઢવામાં આવ્યો જેમાં મોટીસંખ્યામાં મુસ્લિમ સમાજ નાં લોકો જોડાયા હાથ પર કાળી પટ્ટી બાંધી મીણબત્તી સાથે નિકળેલી રેલી માં પાકિસ્તાન અને આતંકવાદીઓ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી પાકિસ્તાન નાં ધ્વજ અને આતંકવાદી નાં પુતળા ને સળગાવી પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને પહેલગામ માં શહીદ થયેલા નિર્દોષ દેશવાસીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે જ મુસ્લિમ સમાજ નાં આગેવાનો એ સમસ્ત મુસ્લિમ સમાજ વતી માંગ કરી છે કે દેશ નાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પુરેપુરી તાકાત સાથે માનવતા નાં દુશ્મન એવા આતંકવાદીઓ ને પકડી તેઓને ફાંસી થી વધીને પણ આકરી સજા આપવાની દિશામાં આગળ વધે અને પાકિસ્તાન ને જડબાતોડ જવાબ આપે તેવી માંગ કરી છે.