નવસારી I.T.I.માં ઓગષ્ટ-2025 પ્રવેશ માટે 556 બેઠકો પર પ્રવેશ ચાલુ

પ્રથમ તબક્કામાં ઓનલાઈન ફોર્મ 24 એપ્રિલથી 30 જૂન સુધી ભરાશે

નવસારી, તા. 19 એપ્રિલ
ઔદ્યોગિક તાલીમ સંસ્થા (I.T.I.) નવસારી (મહિલા) ખાતે ઓગષ્ટ 2025 પ્રવેશ સત્ર માટે વિવિધ કોર્સમાં કુલ 556 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

પ્રથમ રાઉન્ડ માટે નીચે મુજબની બેઠકો માટે પ્રવેશ આપવામાં આવશે:

  • ફીટર – 40
  • વાયરમેન – 40
  • ઇલેક્ટ્રીશિયન – 20
  • કોમ્પ્યુટર ઓપરેટર – 120
  • વેલ્ડર – 90
  • સોલાર ટેક્નિશિયન – 40
  • હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર – 48
  • કોસ્મેટોલોજી – 48
  • સુઈંગ ટેકનોલોજી – 40
  • ફેશન ડિઝાઇન ટેકનોલોજી – 40
  • સ્ટેનો (ગુજરાતી) – 60

પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું કાર્ય તા. 24/04/2025 થી 30/06/2025 સુધી ચાલુ રહેશે. રસ ધરાવતા ઉમેદવારોએ https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ પરથી ફોર્મ ભરવાનું રહેશે.

વધુ માહિતી માટે ઉમેદવારોએ જિલ્લા સેવા સદનની પાછળ, કાલીયાવાડી, નવસારી-396445 ખાતે આવેલી ITI-Novsari (મ) સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા કે સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

અહેવાલ: આરીફ શેખ