ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તાર માટે રેલવે પરિવહનમાં નવી સુવિધાઓનો ઉમેરો કરતા ભારત સરકારના શ્રમ, રોજગાર, યુવા મામલા અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવાગઢ રેલવે સ્ટેશન પરથી **વેરાવળ–જબલપુર એક્સપ્રેસ (11463)**ને હરી ઝંડી બતાવીને 7 જોડી ટ્રેનોના વધારાના ઠેરાવનો ભવ્ય શુભારંભ કર્યો.
આ પ્રસંગે જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, નવાગઢ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મેનાબેન ઉસદડિયા, ભાવનગર મંડળના અપર મંડળ રેલ પ્રબંધક હિમાંશુ શર્મા, રેલવેના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક જનતા, યાત્રીઓ અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
🚉 વધારાના ઠેરાવની વિગત:
ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યા મુજબ નવા ઠેરાવથી નવાગઢ, જેતપુર અને રાણાવાવ સહિતના સ્ટેશનોને સીધો લાભ મળશે.
વેરાવળ–જબલપુર એક્સપ્રેસ (11463/11464)
19.09.2025થી નવાગઢ સ્ટેશન પર ઠેરાવ.
આગમન/પ્રસ્થાન સમય: 12.00/12.01 કલાક (11463) તથા 14.02/14.03 કલાક (11464).
સોમનાથ–જબલપુર એક્સપ્રેસ (11465/11466)
19.09.2025થી નવાગઢ સ્ટેશન પર ઠેરાવ.
સમય: 12.00/12.01 કલાક તથા 14.02/14.03 કલાક.
ઓખા–વેરાવળ એક્સપ્રેસ (19251/19252)
19.09.2025થી નવાગઢ સ્ટેશન પર ઠેરાવ.
સમય: 00.57/00.58 કલાક તથા 02.33/02.34 કલાક.
ઈન્દોર–વેરાવળ એક્સપ્રેસ (19319/19320)
23.09.2025થી સાપ્તાહિક ઠેરાવ.
સમય: 00.01/00.02 કલાક તથા 13.08/13.09 કલાક.
બનારસ–વેરાવળ એક્સપ્રેસ (12945/12946)
22.09.2025થી જેતપુર સ્ટેશન પર ઠેરાવ.
સમય: 06.21/06.22 કલાક તથા 15.39/15.40 કલાક.
બાન્દ્રા (ટર્મિ.)–વેરાવળ એક્સપ્રેસ (19203/19204)
19.09.2025થી જેતપુર સ્ટેશન પર ઠેરાવ.
સમય: 09.46/09.47 કલાક તથા 20.50/20.55 કલાક.
ભાવનગર–પોરબંદર પેસેન્જર (59557/59560)
19.09.2025થી રાણાવાવ સ્ટેશન પર ઠેરાવ.
સમય: 07.39/07.40 કલાક તથા 21.12/21.20 કલાક.
🌟 સ્થાનિક જનતાને મળશે સીધો લાભ
આ નવા ઠેરાવો દ્વારા નવાગઢ, જેતપુર અને રાણાવાવ વિસ્તારના યાત્રીઓને સીધી ટ્રેન સુવિધા મળશે, જે લાંબા અંતરની મુસાફરી વધુ સરળ, ઝડપી અને સુલભ બનાવશે. વેપાર, શિક્ષણ અને રોજગારીના અવસરો માટે રેલવે મુસાફરી વધુ અનુકૂળ બનશે.
આ અવસરે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દેશભરના રેલ નેટવર્કને વધુ આધુનિક, સુવિધાસભર અને પ્રજાકીય બનાવવા માટે સતત કાર્યરત છે. આ વધારાના ઠેરાવો સૌરાષ્ટ્રના વિકાસ માટે મહત્વપૂર્ણ કડી સાબિત થશે.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ