નાબાર્ડ, ભારત સરકાર અને રાજ્ય સરકારે ખેડૂતોને સશક્ત કરવા, તેમના ખેત પેદાશોની લે વેચ અને સારા મળતર વધારવા અને એકંદર ગ્રામીણ વિકાસ માટે સામુહિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે વર્ષ ૨૦૨૭ સુધી ૧૦ હજાર જેટલા FPO ને કાર્યરત કરવા માટે કટિબદ્ધ છે.
*વર્ષ ૨૦૨૭ સુધી ૧૦ હજાર જેટલા FPO ને કાર્યરત કરવા માટેની કટિબદ્ધતા*
આ FPOs ના સુચારું સંચાલન તથા વ્યવસ્થાપન માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના નિર્દેશન હેઠળ સંતૃપ્તિ (Saturation) ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જેમાં FPOs અને CBBOs ને એગ્રી-ઇનપુટ્સના લાયસન્સ, FSSAI, GST નોંધણી, ONDC ઓનબોર્ડિંગ, લોન વગેરે પર માહિતગાર કરવા માટે તા. ૧૧ જુલાઈ ૨૦૨૪ ના રોજ નાબાર્ડ બનાસકાંઠા દ્વારા “એક દિવસીય જિલ્લા સ્તરીય શિબિર” નું આયોજન પાલનપુર આબુ હાઇવે પર આવેલ હોટેલ બંસી કાઠિયાવાડી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ ૧૦૦ થી પણ વધુ FPOs ને વિવિધ યોજનાઓ/કાર્યક્રમ, Bank Linkage વગેરેના કવરેજ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે દવેએ તમામ માહિતીનો લાભ લઈ FPOs તથા ખેડૂતો સશક્ત બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ નાબાર્ડ, ડીડીએમ- બનાસકાંઠા, શ્રીમતી શર્મિલા સંદીપ શેરલા ને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં તમામ સંબંધિત વિભાગો અને બૅન્કોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
અહેવાલ:- ગુજરાત બ્યુરો