નારાયણ વિદ્યાલય સ્કૂલના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટે મહાકાય રંગોળી બનાવી..

નારાયણ વિદ્યાલય સ્કૂલના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટે મહાકાય રંગોળી બનાવી..

ભરૂચ :

મતદાન જાગૃતિ માટે નારાયણ સ્કૂલના 35 વિદ્યાર્થી દ્વારા 12 કલાક મહેનત કરી મતદાન થીમ પર રંગોળી બનાવી.100 ટકા મતદાન માટે એક અનોખો પ્રયાસ..

 

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪માં વધુ મતદાન થાય તે હેતુસર મતદાન જાગૃતિ અન્વયે આજરોજ નારાયણ વિદ્યાલય સ્કૂલ ભરૂચ શહેર ખાતે મહા રંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

 

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે ભરૂચ જિલ્લામાં ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સો ટકા મતદાન માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે.લોકશાહીને મજબુત બનાવવા દરેક મતદારો પોતાની ફરજ બજાવીને અચુક મતદાન કરે તે માટે જાગૃતી લાવવા શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રયાસો કરી રહ્યાં છે.તે અંતર્ગત શહેરની નારાયણ વિદ્યાલય ખાતે 35 વિધાર્થીનિઓ દ્વારા 12 કલાકની અથાગ પરિશ્રમ કરી મતદાન જાગૃતિની થીમ આધારીત રંગોળી પુરી

મતદાન માટે જાગૃત લાવનો પ્રયાસ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ મુખ્ય ચૂંટણી અધિકારી તુષાર સુમેરા,જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી ,ભરૂચ એસ ડી એમ મનીષા મવાણી,જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાઉલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી બાળકોના મતદાન જાગૃતા ના કાર્ય માટે વધાવ્યા હતા..

 

અહેવાલ :- નીતિન માને ( ભરૂચ )