ભરૂચ
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો-૧૦ ની બોડૅની પરીક્ષામાં નેત્રંગ તાલુકાની શાળાઓનું પરીણામ ૯૦ ટકાથી ઉપર આવતા ધોરણ-૧૧ માં આર્ટસ-કોમર્સ વિભાગમાં એડમિશન માટે વિધાર્થીઓને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. શિક્ષણ વિભાગ એક ઓરડામાં ૬૦ વિધાર્થીઓને બેસાડવા માટેની મંજુરી આપે છે. પરંતુ એક ઓરડામાં ૮૦ વિધાર્થીઓને બેસાડવામાં આવે તો પણ મોટી સંખ્યામાં વિધાર્થીઓ શિક્ષણ કાર્યથી વંચિત રહેવાની ચોકાવનારી માહિતી મળી રહી છે. તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા મથકે કાર્યરત શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલમાં કોંગ્રસ અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં વિધાર્થીઓ-વાલીઓએ હલ્લાબોલ કરતાં માહોલ ગરમાયો હતો
વિધાર્થીઓ-વાલીઓ કોંગ્રસ અગ્રણીની આગેવાનીમાં શાળાએ ધસી આવતા માહોલ ગરમાયો.
શાળામાં અભ્યાસ કરીને પાસ થયેલા વિધાર્થીઓને પ્રથમ એડમિશન આપવામાં આવે તેવી રજુઆત કરાઇ હતી. ત્યારે ભક્તના હાઇસ્કુલના આચાર્ય આર.એલ વસવાએ જણાવ્યું હતું કે, તમામ વિધાર્થીઓ શિક્ષણથી વંચિત નહીં રહી જાય તે અમારી શાળાની પ્રાથમિકતા છે. વિધાર્થીઓને એડમિશન આપવમાં આવી રહ્યા છે, અને શાળમાં વધુ ઓરડાની મંજુરી શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં માટે લેખિત રજુઆત કરી દેવામાં આવી છે.
અહેવાલ – નીતિન માને (ભરૂચ)