નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત ગીર સોમનાથ જીલ્લા પોલીસ દ્વારા સક્રિય ભારત થીમ હેઠળ વિવિધ રમત-ગમત અને ફિટનેશ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.
જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક સી.સી. ખટાણા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર. ખેંગારના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો.
વેરાવળ કે.સી.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ ઉજવણીમાં નાયબ પોલીસ અધિક્ષક સી.સી. ખટાણા અધ્યક્ષતા નિભાવી હતી. વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર. ગોસ્વામી, પ્રભાસ પાટણ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણ, સોમનાથ મરીન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. પટેલ, રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. વંશ સહિતના અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, નાગરિકો તથા જે.પી. પબ્લિક સ્કુલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
કાર્યક્રમમાં ગીર સોમનાથ જીલ્લા રમતગમત અધિકારી કાનજી ભાલીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે રેફરી તરીકે સુભાષભાઈ કામળીયા તથા જયેશભાઈ ગોહિલ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ક્રિકેટ, રસ્સાખેચ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, કોથળા દોડ જેવી રમતો યોજાઈ હતી. વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
વિજેતાઓની યાદી નીચે મુજબ છે:
સંગીત ખુરશી મહિલા : મનીષાબેન ભૂપતભાઈ (વેરાવળ સીટી પોલીસ સ્ટેશન)
સંગીત ખુરશી પુરુષ : મહેશકુમાર અરજણભાઈ (વેરાવળ સીટી પોલીસ સ્ટેશન)
લીંબુ ચમચી મહિલા : અલ્કાબેન સોલંકી (હોમગાર્ડ – વેરાવળ સીટી પોલીસ સ્ટેશન)
લીંબુ ચમચી પુરુષ : કરણસિંહ બાબુભાઈ (પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન)
કોથળા દોડ પુરુષ : મહેશકુમાર અરજણભાઈ (વેરાવળ સીટી પોલીસ સ્ટેશન)
કોથળા દોડ મહિલા : પ્રજ્ઞાબેન ઉકાભાઈ (વેરાવળ સીટી પોલીસ સ્ટેશન)
રસ્સાખેચ પુરુષ : જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ટીમ
રસ્સાખેચ મહિલા : વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ટીમ
ક્રિકેટ : વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ટીમ
લીંબુ ચમચી (વિદ્યાર્થીઓ) : મૂલતાની માહેનૂર, જુંગી દર્શન, વંશ સોલંકી (જે.પી. પબ્લિક સ્કુલ, વેરાવળ)
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ