” નૈતિક શિક્ષા કસોટી “નું આયોજન કરવામાં આવ્યું.

આજરોજ કેશોદના આલાપ કોલોની માં આવેલ પ્રોફેસર એકેડેમી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની માતૃશક્તિ દ્વારા નૈતિક શિક્ષા કસોટી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેશોદની 10 શાળાના ધોરણ પાંચ થી આઠ ના 200 વિદ્યાર્થીઓ દ્વારા કસોટી આપવામાં આવેલ હતી
વિશ્વ હિન્દુ પરિષદ કેશોદ જિલ્લા મંત્રી લખન કામરીયા ના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં વિભાગીય મંત્રી અશ્વિન સિંહ રાયજાદા વિભાગીય ઉપાધ્યક્ષ વિઠ્ઠલભાઈ ડોબરીયા કેશોદ જિલ્લા અધ્યક્ષ મહેશ પાનસુરીયા નિખિલ ઠાકર વગેરે કાર્યકરો દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંત જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ભીંડીની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ તકે કેશોદ વિનય આશ્રમ ના ધર્મ પ્રચારક પ્રશાંત વ્યાસજી દ્વારા વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્ય વિશે માર્ગદર્શન આપેલું હતું,


કેશોદમાં સર્વપ્રથમ બાળકોમાં નૈતિક મૂલ્યનો વિકાસ થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ કસોટીનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા આ તકે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધોરણ પાંચ થી આઠમાં આવેલા પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતાઓને શીલ્ડ તથા પુરસ્કાર આપવામાં આવેલા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદઘોષક અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ભુપેન્દ્રભાઈ જોષી દ્વારા કરવામાં આવેલું હતું કાર્યક્રમને સફળ બનાવવા દુર્ગા વાહિની અને માતૃ શક્તિ ની બહેનો દ્વારા ભારે જેહમત ઉઠાવવામાં આવી હતી નૈતિક શિક્ષા કસોટીનાં પેપર સેટિંગ નું કાર્ય સોલંકી સર, લશ્કરી સાહેબ, જીતેન્દ ધોળકિયા તથા કિશોર ઉસદડીયાદ્વારા કરવામાં આવ્યું હતું.

અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)