👉 જૂનાગઢ: નોબલ યુનિવર્સીટી સંચાલિત નોબલ નર્સિંગ કોલેજની GNM (General Nursing and Midwifery) કોર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની લાલકિયા ધારા નટવરભાઈ એ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલી GNM પરીક્ષામાં ગુજરાતભરમાં પ્રથમ સ્થાન મેળવીને ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે.
➡️ 🏆 વિશેષ સફળતા:
✅ ધારા લાલકિયાએ પ્રતિષ્ઠિત પરીક્ષામાં રાજ્યમાં ટોચનું સ્થાન મેળવી નોબલ યુનિવર્સીટીનું ગૌરવ વધાર્યું છે.
✅ નર્સિંગ ક્ષેત્રમાં આ ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવવા બદલ નોબલ નર્સિંગ કોલેજમાં આનંદ અને હર્ષનો માહોલ છવાયો છે.
➡️ 🎉 સન્માન સમારંભ:
👉 આ ભવ્ય સફળતા માટે નોબલ યુનિવર્સીટી દ્વારા ધારા લાલકિયાનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
👉 સન્માન સમારંભમાં નોબલ યુનિવર્સીટીના પ્રમુખ નિલેશભાઈ ધુલેશીયા, ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચા, મેનેજીંગ ટ્રસ્ટી વી.પી. ત્રિવેદી, કો-મેનેજીંગ ટ્રસ્ટી કે.ડી. પંડ્યા, પ્રોવોસ્ટ ડો. એચ.એન. ખેર અને પ્રિન્સિપાલ બિપીનભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.
👉 ધારાને આદરણીય વિજયાબેન ધુલેશિયા અને વનિતાબેન ટીલવા દ્વારા વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.
➡️ 📣 પ્રશંસા અને શુભેચ્છાઓ:
👉 નોબલ યુનિવર્સીટીના રજિસ્ટ્રાર ડો. જય તલાટી એ ધારાની આ સિદ્ધિ માટે પત્રકાર પરિષદમાં શુભકામનાઓ પાઠવી હતી.
👉 યુનિવર્સીટીના શિક્ષકો, વિદ્યાર્થી મિત્રો અને પરિવારજનો દ્વારા ધારાને અભિનંદન આપવામાં આવી રહ્યાં છે.
➡️ ✨ “ધારાની આ સિદ્ધિ નોબલ નર્સિંગ કોલેજ અને સમગ્ર નોબલ યુનિવર્સીટી માટે ગૌરવની ક્ષણ છે.” 🌟👏
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ