નોબલ યુનિવર્સિટી, જૂનાગઢના મહેમાન બનશે ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયા,વિદ્યાર્થીઓ સાથે ‘સંઘર્ષ થી સફળતા સુધી’ વિષય પર કરશે ગોષ્ઠી

રાજ્યસભાના સાંસદ અને ડાયમંડ કિંગ તરીકે સુપ્રસિદ્ધ એવા શ્રી રામ કૃષ્ણ ડાયમંડ નાં સ્થાપક અને ચેરમેનશ્રી ગોવિંદભાઈ ધોળકિયા જૂનાગઢ ની નોબલ યુનિવર્સિટીમાં આગામી તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૫ ને શુક્રવાર ના રોજ સવારે ૧૦ કલાકે નોબલ યુનિવર્સિટી ના ઓડિટરિયમ ખાતે એક ભવ્ય પરિસંવાદ કરશે એટલે કે ટોક શો યોજાશે. જેમાં માનનીય શ્રી ગોવિંદભાઈ ધોળકિયા વિદ્યાર્થીઓ ને પ્રેરણાત્મક ઉદ્બબોધન કરશે.


આ ટોક શો નું આયોજન નોબલ યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ સ્પિરિટ ઉજાગર કરવાના હેતુથી ચાલતા મેનેજમેન્ટ કોન્કલેવ ઇવેન્ટ અંતર્ગત આંત્રપ્રીનીયર્શિપ સિરીઝ હેઠળ યોજનાર છે જેમાં ઉદ્યોગ જગત ના પારંગતો પોતાના અનુભવો વિદ્યાર્થીઓ સાથે શેર કરે છે.આ લેક્ચર સાંભળવા વિદ્યાર્થીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ તેમજ શાળા કોલેજ ના પ્રાધ્યાપકો અને પત્રકારો ને નોબલ યુનિવર્સિટી દ્વારા આમંત્રણ આપવામા આવ્યુ છે. આ કાર્યક્રમ માં નોબલ યુનિવર્સિટીનાં કોમર્સ અને મેનેજેન્ટ, એન્જિનિયરીંગ, ફાર્મસી, નર્સિંગ, કમ્પ્યુટર એપ્લિકેશન, સાઇન્સ, આયુર્વેદ, હોમીયોપેથી, એજયુકેશન વિભાગના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ભાગ લેશે.


આ તકે નોબલ યુનિવર્સિટીના પ્રમુખશ્રી નીલેશ ધૂલેશિયા, ઉપપ્રમુખશ્રી ગિરીશ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વી. પી. ત્રિવેદી, સંસ્થાના કો મેનેજિંગ ટ્રસ્ટીશ્રી કે. ડી. પંડયા તેમજ સંસ્થાના કુલપતિ ડૉ. એચ. એન. ખેર દ્વારા આ આયોજન માટે સમગ્ર ટીમ ને શુભેચ્છા પાઠવી હતી તેમ સંસ્થાના રજીસ્ટ્રાર અને ડીન ડૉ.જય તલાટીએ એક યાદી માં જણાવેલ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)