નોબલ યુનિવર્સિટી દ્વારા હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરાયું

જૂનાગઢ, તા. ૧ મે, ૨૦૨૫
વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી સ્ટાફના જીવનસુરક્ષા હેતુથી નોબલ યુનિવર્સિટી દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રોજિંદા ટ્રાફિક અકસ્માતોમાં થતા જાનહાનિ અને ઈજાઓને ધ્યાનમાં રાખીને, હવે બાઇક અને સ્કૂટર સવાર તમામ વિદ્યાર્થી અને સ્ટાફ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરી દેવાયું છે.

યુનિવર્સિટીની આ નવી નીતિ, જે ૧/૫/૨૦૨૫ થી અમલમાં આવશે, મુજબ જો કોઈ પણ વિદ્યાર્થી કે સ્ટાફ સભ્ય હેલ્મેટ વિના યુનિવર્સિટી પરિસરમાં પ્રવેશ કરશે, તો તેમને પ્રવેશ આપવામાં નહિ આવે અને યોગ્ય શિસ્તવિધિ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

આ નિર્ણય ટ્રાફિક પોલીસની સલાહ અને સરકાર દ્વારા જારી કરેલા માર્ગ સલામતીના નિયમો અનુરૂપ લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીનું આ પગલું, ટ્રાફિક કાયદાને પાલન કરવા સાથે, વિદ્યાર્થીઓ અને સ્ટાફના જીવનની સલામતી માટે છે.

યુનિવર્સિટી દ્વારા જણાવાયું છે કે, આ નિયમ વિશિષ્ટ રીતે શિક્ષા અને શિસ્ત લાવવાનો પ્રયાસ છે. હેલ્મેટ વિના વાહન ચલાવવું, ગુજરાત ટ્રાફિક કાયદા મુજબ દંડનીય ગુનો છે.

વિદ્યાર્થીઓ અને સ્ટાફના સૌથી વિનંતી છે કે, તેઓ હેલ્મેટ માત્ર ચેકિંગ માટે નહીં, પરંતુ પોટેની સુરક્ષા માટે પહેરો.

📌 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ