તાજેતરમાં જ ભટીંડા પંજાબ ખાતે યોજવા જનાર ઓલ ઈન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી કુસ્તી સ્પર્ધા’ માં નોબલ યુનિવર્સીટીનાં MBA કોર્ષમાં અભ્યાસ કરતાં અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ ધરાવતા પ્રતિભાશાળી વિદ્યાર્થી અવિ હરપાળ ને નોબલ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. નોબલ યુનિવર્સિટી હંમેશા રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહન આપીને વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાઓ દર્શાવવાનો મંચ પૂરો પાડે છે. આ અંગે નોબલ યુનિવર્સિટીના રમતવિભાગના ડિરેક્ટર શ્રી આકાશ પુજારી એ વધુમાં જણાવ્યું હતું કે અવિ નો મેચ 7 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યે રમાશે.
અવિ હરપાળ ખેલ મહાકુંભ કુસ્તી સ્પર્ધા 2024′ માં સિલ્વર મેડલ જીતીને પોતાની પ્રતિભા સાબિત કરી છે અને હવે તેઓ રાષ્ટ્રીય મંચ પર પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા જઈ રહયા છે ત્યારે નોબલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી નિલેશભાઈ ધુળેસિયા, ઉપપ્રમુખ શ્રી ગિરીશભાઈ કોઠેચા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વી.પી. ત્રિવેદી, સહ-મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કે.ડી. પંડ્યા, યુનિવર્સિટી પ્રોવોસ્ટ ડો. એચ.એન. ખેર અને રજિસ્ટ્રાર ડો. જય તલાટી દ્વારા અવિ ને રાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)