ગીર સોમનાથ, વેરાવળ:
વેરાવળ તાલુકાના પંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પી.એચ.સી.) ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત સગર્ભા મહિલાઓ માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વેરાવળ સિવિલ હોસ્પિટલના સ્ત્રીરોગ તજજ્ઞ ડો. નગ્મા દ્વારા ૮૪ સગર્ભા મહિલાઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
આ કેમ્પમાં આસપાસના ૧૫ ગામોથી — ઈન્દ્રોઈ, કોડિદ્રા, ગુણવંતપુર, કુકરાશ, બોળાશ, ઈશ્વરિયા, રામપરા, ભેટાળી, નાખડાં, ખંઢેરી, માથાસુરિયા, લૂંભા અને અન્ય ગામોથી મહિલાઓ જોડાઈ હતી.
ડૉક્ટરો દ્વારા સગર્ભા મહિલાઓની સંપૂર્ણ એએનસી ચેકઅપ, લોહીની તપાસો, રૂટિન ઇતિહાસ લેવામાં આવ્યો અને જરૂરી દવાઓનું વિતરણ કરાયું. સાથે જ, મહિલાઓને સગર્ભાવસ્થાની યોગ્ય સંભાળ માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સુરક્ષિત માતૃત્વને પ્રોત્સાહન આપવો અને સગર્ભાવસ્થા દરમિયાન સ્વાસ્થ્યની યોગ્ય દેખભાળ સુનિશ્ચિત કરવી છે.
પંડવા પી.એચ.સી.ની ટીમે ડો. નગ્મા, વેરાવળ સિવિલ હોસ્પિટલની ટીમ અને ૧૦૮ ખીલખીલાટ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ