પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ ખાતે ભારતભરમાંથી આવેલ સીનીયર એન.સી.સી. કેડેટ્સઓ એ ખડક ચઢાણની બેઝીક તાલીમ પૂર્ણ કરી

રાજય સરકારના કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર ઉપક્રમે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજીત, તથા ૮ ગુજરાત બટાલિયન એન.સી.સી. પ્રાયોજીત સીનીયર એ.સી.સી. ભાઈઓ માટે ખડક ચઢાણ બેઝિક કોર્સ તા.૨૮/૧૧/૨૦૨૪ થી તા.૦૭/૧૨/૨૦૨૪ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો જેમાં વિવિધ ૧૦ રાજ્યો માંથી ૮૫ જેટલા એન.સી.સી. સિનીયર ભાઈઓએ તાલીમ લીધી.
શિબિરના છેલ્લા દિવસે પૂર્ણાહુતી કાર્યક્રમ યોજાયો હતો

જેમા કાર્યક્રમના અધ્યક્ષ લેફ.કર્નલ વિજયકુમાર મિશ્રા,એડમ ઓફિસર,૮ ગુજરાત બટાલિયન, કે.પી. રાજપૂત પૂર્વ પ્રિન્સીપાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટઆબુ, સુબેદાર મેજર બલવંત સિંઘ, ૮ ગુજરાત બટાલિયન, અક્ષય જૈન એ.એન.ઓ. બિહાર ના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી ર્તાલીમાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા. જેમા અંબર વિષ્ણુ રાજસ્થાન, દીપક સોલંકી જૂનાગઢ, રૂપેશકુમાર પટેલ બરોડા, યશ મણિયાર ભાવનગર, વૈભવ ચુડાસમા જામનગર, બ્રિજેશ સોરઠીયા વીરપુર, માનદ ઇન્સ્ટ્રકટર તરીકે સેવા આપી હતી.


અધ્યક્ષ લેફ.કર્નલ વિજયકુમાર મિશ્રા,એડમ ઓફિસર,૮ ગુજરાત બટાલિયન એ ગ્રુપમાં રહેવાના ફાયદા કહ્યા હતા. આ તાલીમ થી પ્રેરણા લઈને બીજી આવી સરકારની પ્રવૃત્તિમાં જોડવો અને આવી પ્રવૃતિમાં જોડતા પહેલા શારીરિક અને માનસિક રીતે તૈયારી કરીને આવવાનું જણાવ્યુ.


તાલીમાર્થી દ્વારા કેમ્પના અનુભવો વિષે તેમના અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યુ કે, શરૂઆતમાં અમને બહુ તકલીફ પડી પરંતુ પછી થી તેઓ વાતવરણ સાથે અનુકુલન સાધતા થઈ ગયા હતા, પર્વતારોહણની તાલીમ માં ખડક પરથી નીચે ઉતારવામાં ભય લાગતો હતો જે ધીમે ધીમે માનદ ઇન્સ્ટ્રક્ટર ના માર્ગદર્શન થી દુર થયો હતો.
કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી કે.પી. રાજપૂત પૂર્વ પ્રિન્સીપાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટઆબુએ આપી હતી. અંતે આભાર વિધિ ઇન્સ્ટ્રક્ટરશ્રી દીપક સોલંકી એ કરી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)