પત્નીનું અપહરણ કરનાર પતિ જેલ હવાલે, સાત સામે ફરીયાદ*

*પત્નીનું અપહરણ કરનાર પતિ જેલ હવાલે, સાત સામે ફરીયાદ*

 

બનાસકાંઠામાં પત્નીનુ અપહરણ કરી ભાગી જનાર પતિનો વીડિયો વાયરલ થયા બાદ હવે આરોપી પતિને પોલીસે ઝડપી પત્નીને તેની ચુંગાલમાંથી છોડાવી સાત ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

 

*અપહરણનો વીડિયો થયો હતો વાયરલ*

ધાનેરાના રાજોડા ગામની પરણીતા સાસરીમાં જવા રાજી ન હોવાથી બંને પક્ષોના લોકો વાલેર ગામે આવેલા મંદિરમાં ભેગા થયા હતા જ્યાં બંને પક્ષો વચ્ચે કોઈ કારણોસર વાત મેળ ન બેસતા મહિલાના રવીયા કોટડા ગામના પતિ સહિત ગામના અન્ય ઈસમોએ મળી બળજબરી પત્નીને સ્કોર્પિયો ગાડીમાં ઉઠાવી લઈ ગયા હતા જે અંગેનો વીડિયો ત્યાં હાજર વ્યક્તિએ ઉતારતા બાદમાં તે વાયરલ થયો હતો તેમજ પિતાની ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટિમો બનાવી રવીયા કોટડા ગામેથી પત્નીને પતિના ચુંગાલમાંથી છોડાવી પિતાને સોંપી છે

 

*સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ*

આ અંગે પોલીસે પતિ મહેન્દ્ર પનાભાઈ ચૌધરીની અટકાયત કરી સાત ઈસમો વિરુદ્ધ આઇપીસીની કલમ 366 અને 114 મુજબ ગુનો નોંધી આ મામલામાં સામેલ અન્ય લોકોને ઝડપી લેવાની દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

અહેવાલ :- ગૂજરાત બ્યુરો