ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર બે આરોપીઓને સચિન જીઆઇડીસી પોલીસે ઝડપી પાડ્યો.

સુરત :

સુરત શહેરના અધોગિક છેત્રમાં આવેલા સચિન જીઆઇડીસી ખાતે ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર બે આરોપીઓને સચિન જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ઘરફોડ ચોરીની ગુનાનો ભેદ ઉકેલી પાડ્યો હતો.

સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનથી મળતી માહિતી પ્રમાણે સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઘરફોડ ચોરીના આરોપીઓને પકડવા સર્વલેન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ હાજાભાઈ અને હેડ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ ચેલાભાઈને અંગત માહિતીના આધારે ઘરફોડ ચોરીના કેસમાં સંડોવાયેલા બે આરોપીઓ સલીમખાન શાહ મહોમદ ખાન અને સલમાન બેચન ખાનને પાલીગામ ત્રણ રસ્તા પાસેથી લેપટોપ સાથે ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

અહેવાલ: અશ્વિન પાંડે (સુરત)