*પદ્મભૂષણ સંતશ્રી સચ્ચિદાનંદ બાપુની 93 વર્ષની ઉંમરે તબિયત લથડતા સારવાર હેઠળ, ડોકટરોનો દાવો તબિયત સ્થિર છે*
પદ્મભૂષણ સંતશ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડતા તેમણે અત્યારે ડોકટર ટિમોની દેખરેખમાં રાખવામાં આવ્યા છે ડોકટરો દ્વારા ચેકઅપ કરી જરૂરી સારવાર હાલમાં શરૂ કરવા આવી છે.
*૪૦-૪૫ દિવસથી સળંગ પ્રવચન આપી રહ્યા છે*
પદ્મભૂષણ સંતશ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત સારી ન રહેતા સંતો મહંતો સહિત ભક્તોની ચિંતા વધી છે. સંતશ્રી નિજાનંદ બાપુએ જણાવ્યું કે છેલ્લા 40 – 45 દિવસથી સળંગ તેઓ પ્રવચન આપી રહ્યા છે અહીંયા ગરમી પણ છે, લૂ પણ છે અને વાયરલ ઈન્ફેક્શન જેવા વાયરસ ના કારણે આજે સવારે તબિયત લથડી છે તેમની ઉમર પણ 93 વર્ષની છે
*ડોકટરો ટિમો કરી રહી છે દેખરેખ*
હાલ પાલનપુર, થરાદ અને સુઇગામના ડોકટરોની ટીમ દ્વારા સંતશ્રી સચ્ચિદાનંદ બાપુનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. ડોકટરોએ કહ્યું કે સચ્ચિદાનંદ બાપુની તબિયત હાલમાં સ્થિર છે કોઈ ચિંતા જેવું નથી આ જ રીતે તબિયતમાં સુધારો રહેશે અને આરામ રહેશે તો 48 કલાકમાં ફરી તેઓ બેઠા થઈ જશે ફરી જો ભગવાન જોગમાયાની કૃપા રહી તો એકાદ પ્રવચન પણ આપશે તેવી સંભાવના છે.
*નડેશ્વરી માતાના પ્રાંગણમાં અંતિમ સંસ્કારની વ્યક્ત કરી ઈચ્છા*
સંતશ્રી નિજાનંદ બાપુએ કહ્યું કે તેમને પહેલા પણ પોતાની ઈચ્છાઓ વ્યકત કરી હતી ત્યારે ફરી એકવાર તેમણે આ ઈચ્છાઓનું ઉચ્ચારણ કરી છે જેમાં નડેશ્વરી માતાના પ્રાંગણમાં છેલ્લા સંસ્કાર કરવાની વાત કરી છે. જોકે હાલમાં એવી કોઈ ચિંતા કરવા જેવી નથી મેં એમનાથી વાત કરી છે તેમને બધું જ ધ્યાન છે.
અહેવાલ :- ગૂજરાત બ્યુરો