પદ્મશ્રી ભીખુદાન ગઢવીનો મહત્વનો નિર્ણય: હવે ક્યારેય ડાયરો નહીં કરતા.

નખશીખ સજ્જન,ઉમદા લોકસાહિત્યકાર, અને ખરા અર્થનાં ડાયરાનાં ચારણ.એવા પદ્મશ્રી ભીખુદાનભાઈએ ઉંમરને કારણે હવે ક્યારેય ડાયરા ન કરવાનો નિર્ણય લીધો,

હંમેશા સંયમ અને મર્યાદા સાથે જેમણે સોરઠી સંસ્કૃતિ નાં સંત, શુરા,અને દાતારીની વાતો કરી સમાજને વૈવિધ્યસભર લોકસાહિત્ય ની વાનગીઓ પીરસી છે જે કાયમને માટે યાદ રહેશે તેમજ કોઈપણ જાતનાં પક્ષપાત વગર, વિવાદોથી દુર રહી જીવનલક્ષી વાતો પીરસી છે એવા આ દેવીપુત્રે ખરા અર્થમાં ચારણી સાહિત્યની આરધના કરી છે,


જીવનનાં પંચાવન વર્ષ સુધી એમણે ડાયરાઓ દ્વારા લોકસાહિત્ય પીરસ્યું છે હવે ઉંમર ના કારણે તાજેતરમાં જ ગીરગઢડા નજીક આવેલા જામવાળા ખાતે પીઠડ માં ના સાનિધ્યમાં શ્રી ભીખુદાનભાઈ એ પોતાના આ મહત્વનાં નિર્ણયની જાહેરાત કરી હતી કે, હવેથી હું જાહેર પોગ્રામો બંધ કરુ છું તેનાથી તેમના ચાહકો ને ધક્કો લાગ્યો છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)