જૂનાગઢ, તા. ૮ — ભેંસાણ તાલુકાના પરબવાવડી ગામે ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત મહિલા કલ્યાણ દિવસની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને તાલીમ કાર્યક્રમોની જાણકારી પહોંચાડવાનો હતો.
મહિલા કલ્યાણ દિવસ નિમિતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં મહિલાઓને મહિલાલક્ષી યોજનાઓ, આર્થિક સશક્તિકરણ માટેના ટ્રેનિંગ કોર્સ, અને સ્વરોજગારના અવસરો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમમાં ફીલ્ડ ઓફિસર પલ્લવીબેન પાઘડાર, DHEW મિશન કોર્ડીનેટર કૃપાબેન ખુંટ, OSC કેન્દ્ર સંચાલક અંકિતાબેન ભાખર, આરસેટીમાંથી દર્શનભાઈ, ભેંસાણા આઈ.ટી.આઈ.માંથી શિલ્પાબેન અને પારુલબેન, DHEW જેન્ડર સ્પેશિયાલિસ્ટ મીનાક્ષીબેન ડેર અને મિશન મંગલમ ક્લસ્ટર કો-ઓર્ડીનેટર અંજલીબેન ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ મહિલાઓને પોતાનું જીવન સ્તર ઉંચું લાવવા માટે સરકારની સહાયનો સદુપયોગ કરવા પ્રોત્સાહિત કર્યું અને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ