પરશુરામ જન્મોત્સવની ઉજવણી

📍 વર્માનગર, લખપત – આજે, ભારતમાં પારંપારિક રીતે ઉજવાતી પરશુરામ જન્મોત્સવ માટે વિશ્વ હિન્દુ પરિષદના ધ્રમાચાયા શ્રી વિપુલ ભાઈ દવે અને તેમની ટીમે, જેમાં નવીન ભાઈ જોશી, સુનીલ ભાઈ રાજગોર, દિનેશ ભાઈ રાજગોર, અલ્પા બેન પંડ્યા, અને અન્ય કાર્યકર્તાઓનો સમાવેશ હતો, અભયશ્વર મહાદેવ મંદિર ખાતે પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવી.

આ ઉજવણીમાં વેદ મંત્રોના ઉચ્ચાર સાથે પૂજન અને અર્ચન કરવામાં આવ્યા. આ તહેવારમાં પરશુરામ સેનાના સભ્યો અને મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.

રિપોર્ટ: વારીસ પટણી