પરીવારથી વિખુટી પડી ગયેલ ૧૦ વર્ષની બાળકીને શોધી પરીવાર સાથે મીલન કરાવતી જૂનાગઢ એ.ડીવી.પો.સ્ટે શી-ટીમ!

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા સાહેબ તથા ઇંચા.પોલીસ અધિક્ષક ભગીરથસિહ જાડેજા સાહેબ નાઓએ મહીલાઓ તથા વૃધ્ધો તથા સામાજીક જરૂરીયાત વાળા લોકોની મદદ કરવા અવાર નવાર સુચનાઓ આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા સાહેબ જુનાગઢ શહેર વિભાગ જુનાગઢ નાઓના માર્ગદર્શન મુજબ પો.ઇન્સ. બી.બી કોળી એ-ડીવી.પો.સ્ટે નાઓએ શી-ટીમને જરૂરી માર્ગદર્શન આપી મહીલાઓને પડતી મુશ્કેલીમાં મદદ કરવા સુચના આપેલ જે અનુસંધાને રેલ્વે સ્ટેશનથી ગુમ થયેલ બાળકી ફાતીમા અબ્દુલભાઇ સામદા રહે-રાજકોટ જંગલેશ્વર વિસ્તાર વાળી પોતાના પીતા તથા માતાથી છુટી પડી ગયેલ નો જુનાગઢ કંન્ટ્રોલનો મેસેજ હોય જેથી આ ગુમ થયેલ બાળકીને શોધવા પો.ઇન્સ બી.બી.કોળી નાઓએ શી-ટીમ ઇન.પો.સબ.ઇન્સ વી.એલ.લખધીર નાઓને સુચના આપેલ હોય જેથી શી-ટીમે આજુબાજુના વિસ્તારો તથા નેત્રમ શાખાના સીસીટીવી ફુટેઝ ચેક કરતા ગુમ થયેલ બાળકી છેલ્લે ચીતાખાના ચોકથી જતી હોવાનું જણાયેલ જેથી ચીતાખાના ચોકની આજુબાજુ તપાસ કરેલ અને સોશીયલ મીડીયામાં ગુમ બાળકીની બહોળી જાહેરાત કરતા બાળકી ચોટીલા પોલીસ સ્ટેશન હોવાનું જણાતા ચોટીલા પોલીસ સ્ટેશનનો સંપર્કે કરી બાળકીને ચોટીલા પોલીસ સ્ટેશન થી પરત લાવી પરીવાર સાથે મીલન કરાવેલ આ તકે પરીવારના સભ્યોએ શી-ટીમ નો આભાર માનેલ હતો.

સારી કામગીરી કરનાર- પો.ઇન્સ.બી.બી.કોળી, પો.સબ.ઇન્સ.વી.એલ.લખધીર તથા નેત્રમ શાખાના પો.સબ.ઇન્સ.પી.એચ.મશરૂ તથા વુ.પો.કોન્સ મનીષાબેન માકડીયાં તથા વુ.પો.કોન્સ હીનાબેન મહીડા તથા વુ.પો.કોન્સ શોભનાબેન વઘેરા તથા પો.કોન્સ કમલેશભાઇ માકડીયા એ કરેલ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ