ભાવનગર
પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર જૈન સમાજ ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણક ની ઉજવણી ધામધૂમ થી કરતા હોય છે , પર્યુષણના પાંચમા દિવસે અને ભાદરવા શુદ એકમ ના દિવસે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક ની ઉજવણી કરવામાં આવે છે .
અહિંસા અને ત્યાગ નો માર્ગ બતાવનાર ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક દિવસ ની ઉજવણી શહેરના દરેક દેરાસરોમાં કરવામાં આવી હતી .
પર્યુષણ પર્વના પાંચમા દિવસે જન્મ કલ્યાણક ની ઉજવણી કરવામાં આવે છે જેમાં માતા ત્રિશલા ને આવેલા ૧૪ સ્વપન નું સુપન ઉતરવામાં આવે છે અને ઘી બોલવામાં આવે છે જેના શ્રાવકો ભાવપૂર્વક દર્શન કરે છે તેમજ ભગવાન મહાવીરને પારણા માં ઝૂલવા માટે નું ઘી આદિ બોલવામાં આવે છે . શ્રાવકો ભગવાન ના ઘોડિયા અને પારણા ના પણ આદેશ લે છે અને ભગવાન ને વાજતે ગાજતે પોતના ઘરે એક દિવસ માટે લાવે છે .
રાત્રીના સમયે ભગવાન સ્ત્વનો અને ગુણગાન ગાવામાં આવે છે જેનો લાભ દરેક શ્રાવક લેતા હોય છે .
શહેરના દાદા સાહેબ દેરાસર , કૃષ્ણનગર દેરાસર , સુભાષનગર દેરાસર , કે.સી.શાહ ના દેરાસર સહિત દરેક દેરાસરોમાં મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી હતી
અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)