પલસાણાના જોળવા ખાતે સર્જાયેલ અકસ્માતમાં કાર ચાલક 7 કિમી સુધી બુલેટ ઢસડી ગયાનો વિડિયો હાલ થયો વાયરલ

સુરત :

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે ગત તારીખ 21 તારીખના રોજ કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.સર્જાયેલ આ અકસ્માતમાં કાર ચાલક બુલેટ પલસાણાના જોળવાથી સાત કિલોમીટર દૂર કામરેજના ઊંભેળ સુધી ઢસડી ગયો હતો.ત્યારે રસ્તા પર પસાર થતા અન્ય એક કાર ચાલકે વિડિયો પોતાના મોબાઈલમાં કેમેરામાં કેદ કરી લીધો હતો.જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

બુલેટ ચાલકનો આબાદ બચાવ થયો

અકસ્માતની ઘટનામાં બુલેટ ચાલક નીચે રોડ સાઈડમાં પડી જતાં તેઓનો આબાદ બચાવ થયો હતો.વાયરલ થયેલા વીડિયોમાં કારના ડેસ્ક પર ભાજપનો ખેસ હોવાનું જોવા મળી રહ્યું છે.જેથી કાર માલિક ભાજપના નેતા અથવા કાર્યકર હોવાની આશંકા છે.ત્યારે બનેલ આ ઘટનામાં હજુ સુધી પોલીસને જાણ કરાઇ નથી.બન્ને પક્ષ વચ્ચે ઘટનાની રાત્રે જ સમાધાન થઈ ગયું હોવાની ચર્ચાઓ સાંભળવા મળી હતી.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)