પલસાણામાં 6 ઈંચ, સુરત શહેર અને બારડોલીમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો.

સુરત :

સુરત જિલ્લામાં પલસાણા તાલુકામાં આભ ફાટ્યું હતું, પલસાણામાં સર્વાધિક 153 મીમી. એટલે કે 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બારડોલીમાં 139 મીમી, સુરત શહેરમાં 131મીમી, કામરેજમાં 124 મીમી, મહુવા અને ઓલપાડમાં 119 મીમી, ઉમરપાડામાં 71મીમી, માંડવીમાં 57 મીમી, માંગરોળમાં 51 મીમી વરસાદ નોંધાયો છે

સૌથી ઓછો વરસાદ ચોર્યાસી તાલુકામાં 29 મીમી નોંધાયો હતો. સુરત જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ 235.5 મીમી નોંધાયો છે. રવિવારે સુરત જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં દેમાર વરસાદ પડ્યો, ઠેર ઠેર પાણી ભરાયાં હતાં.

સુરત જિલ્લામાં રવિવારે નોંધાયેલો વરસાદ પલસાણા. 6.12 ઈંચ, બારડોલી. 5.56 ઈંચ, સુરત શહેર 5.24 ઈંચ, કામરેજ 4.96 ઈંચ, મહુવા 4.76 ઈંચ, ઓલપાડ. 4.76 ઈંચ, ઉમરપાડા. 2.84 ઈંચ, માંડવી. 2.28 ઈંચ, માંગરોળ. 2.04 ઈંચ, ચોર્યાસી. 1.16 ઈંચ નોંધાયો હતો

અહેવાલ: અશ્વિન પાંડે (સુરત)