સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં બરેલી ગામની રાધા મોહન કંપનીમાં પેન્ટિંગ મશીનમાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, આ ઘટનાથી મિલમાં કામકાજ કરતા શ્રમિકો અને કર્મચારીમાં ઘબરાટનો માહોલ ફેલાઈ ગયો હતો
પેન્ટિંગ મશીનમાં શૉર્ટ સર્કિટથી લાગી આગ
આ ઘટના સવારે લગભગ 5.30 વાગ્યે બની હતી
આગ લાગવાની ખબર મળતાં મિલમાં ઘબરાટનું વાતાવરણ સર્જાયું
આગની જાણકારી ફાયર બ્રિગેડ ટીમને 5.30 વાગ્યે આપી દેવામાં આવી હતી
આગની ખબર મળ્યા પછી અડધા કલાકની અંદર ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ
મિલ માલિકને લાખો રૂપિયાનો નુકસાન થયા નું અનુમાન
હાલમાં આ બનાવમાં કોઇપણ પ્રકારની માનવ હાનિની માહિતી સામે નથી આવી
આગના લાગવાથી મિલના કામકાજ પર ખલલ આવી અને ભારે નુકસાન થયા નું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, સ્થાનિક લોકો અને કર્મચારીઓએ ઘટનાની જાણકારી તરત જ ફાયર બ્રિગેડને આપી. ફાયર બ્રિગેડની ટીમના જવાનો 5.30 વાગ્યે આગ લાગવાની માહિતી મળતાં એક જ ઘડીએ ઘટના સ્થળે પહોંચી ગયા અને આગ પર કાબૂ મેળવ્યો, આ ઘટના થી કંપનીના માલિકને મોટા નુકસાનનો સામનો કરવો પડ્યો છે. જો કે, સદ્ભાગ્યવશ, આ આગની ઘટના દરમિયાન કોઇ પણ પ્રકારની માનવ હાનિ નથી થઇ.
આ આગના કારણો તપાસવામાં આવી રહ્યા છે અને વધુ માહિતીથી તમામ ને તાત્કાલિક અવગત કરવામાં આવશે.
અહેવાલ :- સંતોષ જયસવાલ (સુરત ગ્રામ્ય)