પશુચિકિત્સા મહાવિદ્યાલય જૂનાગઢ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગા દિવસ ઉજવાયો

જૂનાગઢ
દર વર્ષે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગા દિવસ મનાવવામાં આવે છે. પશુચિકિત્સા અને પશુપાલન મહાવિધાલય,કામધેનુ યુનિ., જૂનાગઢ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના મધ્યમાં આવેલ તાજી હરિયાળી લોનમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અત્રેની વેટરનરી મહાવિદ્યાલય તથા પશુપાલન પોલીટેકનીકના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આમ જીવનમાં યોગનું મહત્વ વિષે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજનાં આચાર્યશ્રી ડો. પી.એચ. ટાંકના સીધા માર્ગદર્શન હેઠળ ડો.દીનદયાળ, ડો.અર્જુન ઓડેદરા, ડો.રમેશ પાડોદરા, ડો.પીયુષ ડોડીયા અને તેમની ટીમે જેહમત ઉઠાવી હતી.

અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)