જૂનાગઢ ખાતે કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના નેજા હેઠળ પશુ વિજ્ઞાન કેન્દ્ર ભુતવડ તથા મત્સ્ય સંશોધન અને તાલીમ કેન્દ્ર મહુવાની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક મળી. બેઠકમાં ગત વર્ષની પ્રવૃત્તિઓની સમીક્ષા તથા આવનારા વર્ષ માટેની યોજનાઓ અંગે ચર્ચા કરી ખેડૂતોના સૂચનોને સમાવેશ કરવામાં આવ્યા.
કાર્યક્રમનું ઉદ્ઘાટન ડૉ. પી.એચ. ટાંક (કુલપતિ, કામધેનુ યુનિવર્સિટી), ડૉ. વી.પી. ચોવટિયા (કુલપતિ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી) સહિતના મહાનુભાવો દ્વારા થયું. વિવિધ અધિકારીઓએ પશુપાલકો અને મત્સ્યપાલકોને તાલીમ, રસીકરણ, સંશોધન ભલામણો અને વિસ્તરણ પ્રવૃત્તિઓની માહિતી આપી.
કુલપતિ ડૉ. ટાંકએ ગીર અને કાંકરેજ જાતની ગાયોને મૂળ સ્વરૂપમાં સાચવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જ્યારે ડૉ. ચોવટિયાએ ખેતી અને પશુપાલન વચ્ચે સહકાર વધારવાની વાત કરી. બેઠકમાં સાહસિકો, ખેડૂતો, પશુપાલકો અને મત્સ્યપાલકોના સૂચનોને ભવિષ્યની કામગીરીમાં સામેલ કરવાની ભલામણ થઈ.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ