
સુરત, તા. ૨૪ એપ્રિલ ૨૦૨૫
કાશ્મીરના પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા તમામ નિર્દોષ ભારતીય યાત્રાળુઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ ખાતે વિશેષ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બપોરે ૧૨:૩૦ કલાકે યોજાશે જેમાં વિવિધ સમાજસેવી સંસ્થાઓના પ્રતિનિધીઓ, ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ તેમજ નાગરિકોએ હાજરી આપવાની અપેક્ષા છે.
આતંક સામે દેશભક્તિનો સંકલ્પ
આ કાર્યક્રમમાં નમ આંખે દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે અને આતંકવાદ સામે એકતાના સંકલ્પ સાથે મૌન પાળવામાં આવશે. કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર શ્રદ્ધાંજલિ સુધી મર્યાદિત નહીં રહી, પણ લોકોને દેશભક્તિ અને જાગૃતિ તરફ પણ પ્રેરણા આપવાનો રહેશે.