પહલગામ હુમલાના નિર્દોષ મૃતકો માટે મૌન રેલી, યુવાનોએ દીપથી આપી શ્રદ્ધાંજલિ

સુરત, તા. 24 એપ્રિલ:
પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓ દ્વારા કાશ્મીરના પહલગામ વિસ્તારમાં ભારતના નિર્દોષ પ્રવાસીઓ પર કરાયેલા જઘન્ય હુમલામાં 28થી વધુ નાગરિકોની નિર્મમ હત્યાની ઘટના સામે સમગ્ર દેશમાં શોક અને રોષનું માહોલ છવાયેલો છે.

આ ઘટનાના વિરોધમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા સુરતમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના 500થી વધુ યુવાન યુવતીઓએ દીપ અને કેન્ડલ લઈને ભાગ લીધો હતો. રેલી સાંઈ સમર્પણ પાસેના સ્વામી વિવેકાનંદ ચોકથી શરૂ થઈને કન્યા સુરક્ષા સર્કલ સુધી શાંતિપૂર્વક ચાલી હતી.

મૃતકોને શ્રદ્ધાંજલિ, આતંકીઓ સામે આક્રોશ

રેલી દરમિયાન યુવાનોના હાથમાં દીપ અને પુષ્પ હતા અને તમામે નિર્દોષ બલિદાનીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. કાર્યક્રમના અંતે પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને સળગાવી, “પાકિસ્તાન મુર્દાબાદ” અને “આંતકવાદ હટાવો” જેવા નારા લગાવાયા હતા.

POK કબજાની માંગ

સંસ્થાના અધ્યક્ષ આશિષ સુર્યવંશીએ જણાવ્યું કે,

જયારે પુલવામા હુમલા પછી ભારતીય સેના ઘરમાં ઘૂસી કરીને જવાબ આપી શકી હતી, તેવી જ રીતે આ વખતનો બદલો પણ ઘરમાં ઘૂસીને લેવો જોઈએ. હવે સમય આવી ગયો છે કે ભારત સરકાર POK નો કબજો મેળવવો જોઈએ અને કરાચી સુધી ત્રાટકી વિશ્વને ભારતીય શક્તિ દેખાડવી જોઈએ.

આ કાર્યક્રમ દ્વારા સુરતના યુવાનો અને સાંસ્કૃતિક રક્ષા સમિતિએ માત્ર શ્રદ્ધાંજલિ જ નહીં આપી, પરંતુ રાષ્ટ્રપ્રેમનો ઉકળતો ઉકળાટ પણ વ્યક્ત કર્યો છે.