
સિહોર, 25 એપ્રિલ 2025 – જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે સિહોર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આજે જુમ્માની નમાજ બાદ, સમસ્ત મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને કાળી પટ્ટી બાંધી શહીદો પ્રત્યે શ્રદ્ધાંજલિ આપી. સાથે જ, લોકોના હાથમાં આતંકવાદ વિરોધી બેનરો પણ હતાં અને સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં આતંકવાદ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો.
મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જાહેરમાં એવું જણાવાયું કે, “આટલી નિર્દયી હિંસા અસહ્ય છે અને સરકારએ આ કૃત્યના દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ“.
આ કાર્યક્રમ દરમિયાન શહીદોની આત્મશાંતિ માટે દૂઆ પણ કરવામાં આવી અને ભવિષ્યમાં આવી બર્બરતાને રોકવા માટે એકતાની અપીલ પણ કરવામાં આવી.
અહેવાલ : સતાર મેતર, ભાવનગર