
જૂનાગઢ, તા. 26 એપ્રિલ:
પહેલગામ ખાતે તા. 22 એપ્રિલે થયેલા ઘાતક આતંકવાદી હુમલાની પૃષ્ઠભૂમિએ સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવા એલસીબી, એસઓજી અને સુપ્રન્ટેન્ડન્ટ પોલીસની સુચનાથી તમામ થાણાના અધિકારીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું.
ચેકિંગ દરમિયાન:
- GIDC વિસ્તારમાં
- સોની બજાર વિસ્તારમાં
- વિભિન્ન ધાર્મિક સ્થળોએ
- હોટલોના રસોઈયાઓ સહિતના કર્મચારીઓ વચ્ચે
વિશિષ્ટ ચેકિંગ અભિયાન ચલાવાયું.
પોલીસ દ્વારા ઇસમોના:
- આધાર પુરાવા
- ઓળખપત્રો
- મોબાઇલ ફોનની વિગતવાર ચકાસણી કરવામાં આવી.
આ ચેકિંગ અભિયાનમાં કુલ 529 ઈસમોની તપાસ કરવામાં આવી, જેમાં ખાસ કરીને બાંગ્લાદેશી ઈસમો કે સંશયાસ્પદ લોકોની શોધખોળ કરવામાં આવી હતી.
આ ચેકિંગ અભિયાનથી શહેરમાં લોકોએ સુરક્ષા પ્રત્યે વધુ વિશ્વાસ અનુભવ્યો છે અને પોલીસ તંત્ર દ્વારા સતત જગૃત કામગીરીથી હાલ શાંતિપૂર્ણ માહોલ જાળવવામાં આવ્યો છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ