સાબરકાંઠા જિલ્લા વહિવટી તંત્ર અને રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ઉપક્રમે તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ પાંચમી ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૪-૨૫ યોજાશે. આ સ્પર્ધામાં ગુજરાત ભરના જુનિયર સાહસવીર ખેલાડી ભાઈઓ / બહેનો જોડાશે. તેમને પ્રોત્સાહિત કરવા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા અને રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે.
ઇડર ગઢ ખાતે આરોહણ –અવરોહણ જુનિયર સ્પર્ધા ૨૦૨૪-૨૫નું તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૫ શુક્રવારના રોજ સવારે ૭:૦૦ કલાકે ઇડરીયા ગઢ તળેટી ઇડર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઇડર ધારાસભ્ય રમણલાલ વોરા, ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરીની પણ ઉપસ્થિતિ રહેશે.
અહેવાલ - ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, (સાબરકાંઠા)