પાંછા ગ્રામ પંચાયતની કચેરીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો.અંબાજી પોલીસે એક આરોપી પકડ્યો ત્રણ આરોપી ફરાર.

અંબાજી

અંબાજી નજીક આવેલી પાંછા ગ્રામ પંચાયતની કચેરીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. અંબાજી પોલીસે અંબાજી નજીક આવેલા રાજસ્થાન થી ચોરી ના આરોપી ને પકડ્યો છે. આ ચોરી મા મળેલા કુલ 4 આરોપી દ્વારા ચોરી કરવામાં આવી હતી. હાલ મા અંબાજી પોલીસે એક આરોપી ને પકડ્યો છે. ત્યારે ત્રણ આરોપી ફરાર છે. અંબાજી પોલીસ બીજા આરોપીઓ ને પકડવા માટે તપાસ તેજ કરી છે.

અંબાજી નજીક પાંછા ગ્રામ પંચાયત મા થોડા દિવસ અગાઉ ઓફિસથી કોમ્પ્યુટર ,મશીનરી આરોપી લઈ ગયા હતા. પંચાયત કચેરી થી વધુ મા લેમિનેશન મશીન, ઝેરોક્ષ મશીન, સીપીયુ, મોનિટર સહિત તાળું તોડીને આરોપીઓ લઈ ગયા હતા. પાંછા ગ્રામ પંચાયત દ્વારા અંબાજી પોલીસ મંથકે ચોરી ની ફરિયાદ કરવા મા આવી હતી. ત્યાર બાદ અંબાજી પોલીસ દ્વારા ચોરી ના આરોપીઓ ની તપાસ હાથ ધરી હતી. ત્યારે આજે ચોરી ની ધટના ને અંજામ આપનાર ચોરો માંથી એક આરોપી ને પકડી લેવા મા આવ્યો છે. આરોપીએ અગાઉ પણ થયેલી બોર ચોરી ની કબુલાત કરી હતી. અંબાજી નજીક પાંછા ગ્રામ પંચાયત મા થયેલી ચોરી નો તમામ મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે જેની રકમ 1,17,000 ની ચોરી કરી હતી.

અહેવાલ :- ગુજરાત બ્યુરો