પાંડેસરામાંથી ચોરી થયેલી બાઈકને સચિન જીઆઈડીસી પોલીસે આરોપી સાથે ઝડપી પાડ્યો

સુરત :

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી ચાર માસ પહેલા વાહન ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં સચિન જીઆઇડીસી પોલીસે આરોપીને ચોરીના વાહન સાથે ઝડપી પાડી વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર ચાર માસ પહેલા પાંડેસરા વિસ્તારમાંથી ટુ વહીલ ગાડી ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સર્વલન્સ સ્ટાફ્ના પીએસઆઇ વી.વી પટેલ, હેડ કોન્સ્ટેબલ મેહુલ કુમાર પ્રવીણ ભાઈ અને અલ્પેશભાઈ ચેલાભાઈએ બાતમીના આધારે વાહન ચોરીના ગુનામાં ફરાર આરોપી 21 વર્ષીય રાજકુમાર દેવન સિંહને ચોરીના વાહન સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)