પાંડેસરા પોલીસની નાક નીચે ધમ ધમી રહ્યો છે લાલમન નામના બુટલેગરનો દારૂનો અડ્ડો.

પાંડેસરા પોલીસની નાક નીચે ધમ ધમી રહ્યો છે લાલમન નામના બુટલેગરનો દારૂનો અડ્ડો.

સુરત :

 

જયારે કોઈ જગ્યા આગની ઘટના બનતી હોય છે ત્યારે ફાયર વિભાગને ગેરકાયદેસર ઇમારતોને દુકાનોને સીલ મારવાનું યાદ આવે છે. જયારે રાજ્યમાં દેશી દારૂ પીધા પછી લઠ્ઠાકાંડ થતો હોય છે ત્યારે પોલીસ દારૂના અડ્ડાઓ બંધ કરાવવા નીકળે છે, અને માનીતા બુટલેગરો પર ટૂંકી કાર્યવાહી થતી હોય છે. આ તમામની વચ્ચે સુરત શહેરની 30 પોલીસ સ્ટેશન પૈકી સૌથી ચરચિત અને મલાઈ વાળી પોલીસ સ્ટેશન હોય તો એ પાંડેસરા પોલીસ સ્ટેશન છે.

પાંડેસરા પોલીસ નાં હદ માં અંદાજિત 100 જેટલા ગેરકાયદેસર દારુ નાં અડ્ડાઓ.

પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પાંડેસરા જી.આઇ.ડી.સી, પી.ટી ગેટની બાજુમાં લાલમન નામના કુખ્યાત બુટલેગરનો ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂનો વેચાણ કરે છે. પાંડેસરા પોલીસ સ્ટેશનની નાક નીચે તેના જ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો ધૂમ વેચાણ થતાં પોલીસ કાર્યવાહીની લોકો માંગ કરી રહ્યા છે. લાલમન નામનો બુટલેગર જાણે પાંડેસરા પોલીસનો ખુબ અંગત સંબંધ ધરાવતો હોય તેમ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. એક તરફ પાંડેસરા પોલીસ દરરોજ મજુર કારીગરોને દારૂના કેસમાં અટક કરે છે અને કાર્યવાહી કરે છે પરંતુ ક્યારે બુટલેગરો પર કાર્યવાહી કરતી નથી તો શું જયારે કોઈ મોટી ઘટના બંને ત્યારે જ પોલીસ અને તંત્ર જાગે છે તે એક ખુબ મોટો સવાલ છે.વિશ્વસનીય સૂત્રોની માને તો સુરત શહેરમાં સૌથી વધુ દારૂના અડ્ડાઓ પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં ચાલે છે. તો શું પાંડેસરા પોલીસ આ વાતથી અજાણ છે કે પછી લાલમન જેવા નામચીન બુટલેગરોને છાવરી લઠ્ઠા કાંડ જેવી મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે. શું પાંડેસરા પોલીસ વાયરલ વિડિઓના આધારે લાલમન વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે જોવા રહ્યું.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)