પાણીની લાઇનનું ફરી જોડાણ આપ્યાં વગર ભૂર્ગભ ગટર પૂરી દીધી*

*પાણીની લાઇનનું ફરી જોડાણ આપ્યાં વગર ભૂર્ગભ ગટર પૂરી દીધી*

ગુજરાત માં ગરમી નો પારો દિવસે ને દિવસે વધતો જાય છે તેવામાં કેશોદ પાલિકા ની કામગીરી માં ભૂલ નજરે આવી, કેશોદ પાલિકા હદમાં આવતાં સ્ટાર સિટિ અને અર્જુન સિટીમાં ભૂર્ગભ ગટરની કામગીરી ચાલી રહી છે. તેવા સમયે તુટેલી પાણીની લાઇનનું ફરી જોડાણ આપવા કોન્દ્રાકટ૨ ભૂલી જ ગયાં હતાં.

*લતાવાસી ઓ પરેશાની ભોગવી રહ્યા છે..*

હાલ તો લતાવાસીઓ માટે પીવાનું પાણી છોડવા આવ્યું તો પાણી ન મળતાં ખ્યાલ આવ્યો કે પાઇપ લીકેજ થઈ નથી પરંતુ કોન્દ્રાકટર દ્વારા તોડી પડાયેલી પાણીની લાઇનનું ફરી જોડાણ આપવાનું જ ભૂલાઇ ગયું હતું. હજુ પણ જો ટ્રેકટર ખુંપી ગયું ન હોત તો તે જગ્યાએ જોડાણ અપાયું નથી તે જાણવું મુશ્કેલ બની શકત.

*કોન્ટ્રાકટર ના કામ માં ભયંકર બેદરકારી સામે આવી..…*

પાલિકા અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે સોસાયટીવાસીઓને 10 દિવસે પાણી મળ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે કેશોદ પાલિકાએ વોર્ડ નં 1 અને 6 માં છેલ્લાં 8 મહિનામાં 2 વખત સિમેન્ટ રોડ તોડી નાખી પહેલાં નલ સે જલ યોજના માટે પ્લાસ્ટિક પાઇપ પછી ભૂર્ગભ યોજના હેઠળ સિમેન્ટ પાઇપ જમીનમાં પાથરી દીધા છે. જેને લઈ નલ સે જલ યોજનાની પ્લાસ્ટિકની લાઇનમાં ભારે તોડફોડ કરવામાં આવી છે જેને લઈ સોસાયટીવાસીઓને પાણી મળશે કે કેમ ?

*અલગ અલગ યોજનાઓ ના નામે ચાલતા કૌભાંડો*

આ પાલિકાની ઘોર બેદરકારી ગણી શકાય ઉપરાંત 2 વખત સિમેન્ટ રોડ તોડી પડાતાં રસ્તાઓ ખેદાન મેદાન થયા છે. ત્યારે પાલિકા તાત્કાલિક રસ્તાં રિપેર નહીં કરે તો નજીક આવતાં ચોમાસામાં કાદવ કિચડ થતાં લોકોની અવર જવર મુશ્કેલ બનશે અને વાહન વ્યવહાર અટકી પડશે.

 

અહેવાલ-જગદીશ યાદવ જૂનાગઢ