*પાલનપુરમાં અશક્ત મતદારોને મદદ કરતી પોલીસની માનવતાની તસ્વીર*
બનાસકાંઠામાં મતદાન કરવા પહોંચતા મતદારો અને પોલિંગ બુથ પર સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસ જવાનોની ટિમો તૈનાત કરવામા આવી છે ત્યારે સુરક્ષા સાથે પોલીસ જવાનો દ્વારા અશક્ત અને દિવ્યાંગ મતદારોને મતદાન કરાવવા માટે મદદ કરવામા આવી રહી છે.
*પોલીસે અશક્ત મતદારની કરી મદદ*
પાલનપુરના સલેમપુરા વિસ્તારમાં અશક્ત મતદાર ચાલી ન શકતા પોલીસ જવાન દ્વારા તેને ઊંચકીને મતદાન મથકથી બહાર સુધી પહોચાડવામાં મદદ કરવામા આવી હતી આ દર્શયો જોનારા લોકોએ પોલીસની માનવ સેવાને બિરદાવી હતી. ત્યારે કહી શકાય કે જે પોલીસની જવાબદારી માત્ર સુરક્ષાની છે પરંતુ ફરજની સાથે સાથે તેઓ અશક્ત અને દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી લઈ જવા અને લાવવા માટે પણ માનવીય અભિગમ દાખવી મદદ કરી રહ્યા છે.
*મતદાન મથકો પર પોલીસની સરાહનીય કામગીરી*
બનાસકાંઠાના વિવિધ મતદાન મથકો પર પોલીસ જવાનોની લાગણીસભર મદદના દ્રશ્યો આજે સામે આવ્યા હતા જે જોતા પોલીસની માનવતાની આ તસ્વીર જે લોકો પોલીસને ખરું ખોટું કહેતા હોય છે તેમના માટે તમાચા રૂપ છે.