‘પ્રોજેક્ટ સપનું’ અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા પાલનપુરની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેરિયર કાઉન્સેલિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને તેમની રુચિ અને કુશળતા અનુસાર યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં મદદ મળશે.
તાજેતરમાં જ પાલનપુરની શક્તિ વિદ્યાલય અને સિટી હાયર સેકન્ડરી હાઇસ્કુલના 141 વિદ્યાર્થીઓએ RIASEC ટેસ્ટ આપ્યો હતો. આ ટેસ્ટના પરિણામોના આધારે વિદ્યાર્થીઓને વ્યક્તિગત કાઉન્સેલિંગ આપવામાં આવશે. જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલરો દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 પછીના વિવિધ અભ્યાસક્રમો અને તેમની સંભાવનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.
અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)