પાલનપુર સિવિલમાં ૧૧ દિવસ નિઃશુલ્ક સારવાર કરી દર્દીને તબીબોએ નવજીવન આપ્યું.

બનાસકાંઠા :

બનાસ મેડિકલ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રસ્ટના ચેરમેન પી.જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગોમાં ઉચ્ચકોટીની તબીબી સારવાર આપવામાં આવે છે.પાલનપુર તાલુકાના કુંભલમેર ગામના ૬૦ વર્ષીય ઈશ્વરભાઈ ભીખાભાઇ રાવળને અગાઉ જુના ટીબીના લીધે છેલ્લા ઘણા સમયથી શ્વાસ લેવામાં તકલીફ હોવાથી અચાનક શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ થતા બેભાન અવસ્થામાં ગત ૨૪ એપ્રિલના રોજ પ્રાઇવેટ વાહન મારફતે ઇમરજન્સી ટ્રોમાં સેન્ટર ખાતે દાખલ કરાયા હતા.

જુના ટીબીથી ચેપનું લાગ્યાનુ થયું નિદાન.

જેમાં સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા અગાઉના રિપોર્ટ તપાસી જુના ટીબીના લીધે ફેફસામાં ચેપ લાગ્યો હોવાનું નિદાન થયું હોવાથી લોહીમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી ગઈ હતી જેના લીધે શ્વાસ નળીમાં ટ્યૂબ નાંખી વેન્ટિલેટર મશીન ઉપર રાખી ફેફસાનો ચેપ દૂર કરવાના માટેના ઈન્જેકશનોની સાથોસાથ સારવાર આપવામાં આવી હતી.

દર્દીને સાત દિવસ વેન્ટિલેટર પર આપી સારવાર.

અગાઉના રિપોર્ટ જોયા બાદ નવીન રિપોર્ટમાં એ.બી.જી.સી. બી.સી.આર.બી.એસ. તેમજ ચેસ્ટના રિપોર્ટના આધારે સાત દિવસ સુધી વેન્ટિલેટર મશીન ઉપર રાખી જરૂરી દવાઓ ચાલુ કરવામાં આવી હતી. તબિયતમાં સુધારો આવતા સાત દિવસ બાદ સાદા ઓક્સિજન પર રખાયાં હતા. જેમાં સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો.સુનિલભાઈ જોશીની દેખરેખ હેઠળ રેસ્પીરેટરી વિભાગના ડો.બ્રિજેશ ચૌહાણ,ડો મનીષા નિનામાં,ડો મજુબેન મકવાણા, ડો,કૃતાર્થ ચૌહાણ, ડો મિત્તલ આંટીયાં સહિતની ડોક્ટર ટીમ તેમજ નર્સિંગ સ્ટાફ ખડેપગે હાજર રહી સફળ સારવાર કરવામાં આવી હતી.

તબીબોનો પરિવારે માન્યો આભાર.

દર્દી સંપૂર્ણ રીતે સ્વસ્થ થતા અગિયારમાં દિવસે રજા આપવામાં આવી હતી પ્રાઇવેટ હોસ્પિલમાં હજારો રૂપિયાના ખર્ચે થતી સારવાર જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ની:શુલ્ક કરવામાં આવી પરિવારે બનાસ સિવિલ હોસ્પીટલ તેમજ ફરજ પરના ડોકટર તેમજ નર્સિંગ સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.

અહેવાલ :- અયુબ પરમાર (બનાસકાંઠા)