પાવાગઢમાં જૈન તિર્થંકરોની મૂર્તિ ખંડીત કરવાની ઘટનાની યોગ્ય તપાસ કરી જૈન સમાજને ન્યાય આપવાની માંગણી સાથે જામનગરમાં જૈન એકટિવ ગ્રુપે જિલ્લા કલેકટરને આવેદન પાઠવી મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

જામનગર
જૈન એકટિવ ગ્રુપે પાઠવેલા આવેદનમાં જણાવ્યાનુસાર તાજેતરમાં પાવાગઢમાં જૈનોના 22માં તિર્થંકર નેમીનાથ દાદા તથા અન્ય મૂર્તિઓને ખંડીત કરી તેને દૂર કરવાની ઘટતા એક પ્રકારનો ત્રાસવાદી સ્વરૂપનો એટેક છે.

આથી જામનગર સહિત ભારતભરમાં જૈન સમાજમાં વિરોધ ઉઠયો છે. આ બનાવની ન્યાયીક તપાસ કરી સંડોવાયેલા તમામ શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે. વધુમાં જણાવ્યું છે કે, જૈન સમાજ સહનશીલ સમાજ છે. પરંતુ જૈન તિર્થંકરોની મૂર્તિ દૂર કરવા તથા સાધુ-સાધ્વીજી પરના હુમલાના બનાવ કોઇપણ પ્રકારે સાંખી લેવામાં આવશે નહીં.

અહેવાલ :- સલમાન ખાન (જામનગર)