પાવાગઢ ખાતે શ્વેતાંમ્બર જૈન મૂર્તિઓને નુકસાન કરતા શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા જિલ્લા કલેકટરના નિવાસ સ્થાને રજૂઆત કરવામાં પહોંચ્યા

પાવાગઢ

પાવાગઢ ખાતે શ્વેતાંમ્બર જૈન મૂર્તિઓને નુકસાન કરવામાં આવ્યું હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે. બન્ને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડી( ખંડિત)ને ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો છે. રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તોડફોડ રોકીને જવાબદારો સામે પગલાં લેવા માટે માંગ કરી હતી. જૈન સ્થાપત્યોની આ ધરોહરને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેવા ફોટા સહિતની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જૈન સમાજમાં આક્રોશ ફેલાયો હતો. કેટલાક જૈન અગ્રણીઓએ પાવાગઢ પોલીસ સ્ટેશનના અધિકારીઓને ટેલિફોનિક સંપર્ક કરી જવાબદાર તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધવાની તૈયારી દર્શાવી હતી. પોલીસ તરફથી પણ આ મામલે સંપૂર્ણ સહયોગ આપવાનું આશ્વાશન આપવામાં આવ્યું છે. ત્યારે શ્વેતાંમ્બર જૈન પૌરાણિક મૂર્તિઓને કોણે નુકસાન પહોચાડ્યું છે અને તે પાછળનો ઈરાદો શું હતો, તે તપાસનો વિષય બન્યો છે. ત્યારે વડોદરા શહેર શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ માં આક્રોશ જોવા મળ્યો હતો અને આજે વહેલી સવારે વડોદરાના સમસ્ત જૈન સમાજ ના અગ્રણીઓ અને યુવાનો અને મહારાજ શ્રી પણ જિલ્લા કલેકટરના નિવાસાને એકત્રિત થઈ ને જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી કે આ કૃત્ય કરનાર સામે કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી સાથે જિલ્લા કલેકટર નિવાસસ્થાન ની બહાર સૂત્રોચાર કરવામાં આવ્યા હતા

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)