તાલાલા તાલુકાના પિખોર ગામે બિનઅધિકૃત રીતે ખનીજનું ખનન અને વાહન દ્વારા તેના પરિવહન સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ, ભૂસ્તરશાસ્ત્રીની કચેરી અને તાલુકા મામલતદાર તલાલાની ટીમ દ્વારા મોજે: પિખોર ખાતે સઘન ચેકિંગ અભિયાન યોજવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કુલ ૬ ટ્રેક્ટર અને ૧ JCB મશીન બિનઅધિકૃત રીતે હાર્ડ મોરમ ખનીજનું ખનન અને પરિવહન કરતા પકડાયા હતા.
આ કાર્યવાહી દરમિયાન નિયમ મુજબ કુલ રૂપિયા ૧.૭૮ લાખની વસૂલાત ૬ ટ્રેક્ટર પરથી કરવામાં આવી છે, જ્યારે JCB મશીન અંગેની નિયમિત કાર્યવાહી ચાલુ છે અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી અધિકારીઓએ આપી હતી.
ખનિજ સંપત્તિના સુરક્ષિત Two’exploitation માટે તંત્ર દ્વારા આવા પગલાં લેવામાં આવી રહ્યા છે, અને ભવિષ્યમાં પણ બિનઅધિકૃત ખનન કરનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ