
૧૬ વર્ષથી પિતા વિહોણી દીકરીઓની જવાબદારી ઉપાડતું પી.પી.સવાની ગ્રુપ દ્વારા હાલ તા.૧૪ અને ૧૫ ડીસેમ્બર ૨૦૨૪ના રોજ ધામધૂમથી ૧૧૧ વ્હાલી દીકરીઓને પરણાવી સાસરે વળાવતો ભવ્ય લગ્ન પ્રસંગ “પિયરીયું” યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત તા. ૧૦-૧-૨૦૨૫ના રોજ દીકરી-જમાઈઓને મનાલી પ્રવાસે રવાના કરવામાં આવ્યા અને બીજું ગ્રુપ તા ૧૮-૧-૨૦૨૫ના રોજ મનાલી પ્રવાસે જશે.
આજ રોજ સવારે ૧૨.૩૦ કલાકે મિતુલ ફાર્મ, વરાછા દીકરી-જમાઈઓ એક સાથે એકત્ર કરી મહેશભાઈ સવાણી દ્વારા પ્રવાસ દરમિયાનનું સીડ્યુલ તેમજ આયોજનની સમજુતી આપવામાં આવી હતી ત્યાર બાદ તમામ દીકરી-કુમારો હળવો નાસ્તો કરી એક સરખા ટીશર્ટ પહેરી બપોરે ૩.૩૦ કલાકે રેલ્વે સ્ટેશન બસ દ્વારા પહોચાડવામાં આવ્યા અને ત્યાંથી પશ્ચિમ એક્ષપ્રેસમાં બેસાડીને દીકરી-જમાઈઓને ખુશ-ખુશાલ ૧૨ દિવસ મનાલી ફરવા માટે રવાના કરવામાં આવ્યા હતા અને મનાલીમાં રહેવા (હોટલ) જમવા તેમજ ફરવા માટે વોલ્વો બસ જેવી દરેક વ્યવસ્થા અગાઉથી કરવામાં આવી છે.