જૂનાગઢ
નિયામકશ્રી આયુષ,ગાંધીનગર તથા પ્રિન્સિપાલ સહ તબીબી અધિક્ષકશ્રી, સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય સંલગ્ન હોસ્પિટલ જૂનાગઢના વૈદ્ય સિધ્ધેશ પંડ્યા ના માર્ગદર્શન તથા વૈદ્ય પંચકર્મ શ્રી વૈદ્ય બીના વંશની સુચના અનુસાર સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય સંલગ્ન હોસ્પિટલ જૂનાગઢ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મજેવડી ના સંયુક્ત ઉપક્રમે પેટા આરોગ્ય કેન્દ્ર, ગોળાધર ખાતે, તા. ૧૫.૧૦.૨૪ ના રોજ આયુર્વેદ સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પ માં ૧૫૭ દર્દીઓએ લાભ લીધેલ અને અંદાજિત ૨૦૦ જેટલા લાભાર્થીઓએ અમૃતપૈય ઉકાળાનો અને સ્વસ્થવૃત,આદર્શ જીવન શૈલી, દિનચર્યા, ઋતુચર્યા બાબતેના માર્ગદર્શનનો લાભ લીધો હતો.
આ એ કેમ્પમાં ગોલધર વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્યશ્રી કેતનભાઈ સુખડીયા અને ગોળધર ગ્રામપંચાયતના સરપંચ શ્રીમતી રૂપલબેન અપરનાથી ઉપસ્થિત રહી લોકોને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અને સરકારશ્રી દ્વારા આપવામાં આવતી આયુર્વેદની સેવાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો અને ટીમ ના ઉત્સાહ માં વધારો કર્યો હતો
આ કેમ્પ ને સફળ બનાવવા માટે ગોલાધાર પેટા આરોગ્ય કેન્દ્ર ના મ. પ. વ.શ્રી, ફિ.હે. વ.શ્રી, સી.એચ.ઑ.શ્રી અને આશા બહેનોએ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મજેવડીના મેડિકલ ઓફિસર તથા સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય સંલગ્ન હોસ્પિટલ ના તબીબીઓએ ઉત્સાહભેર જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)