પેરોલ પરથી છેલ્લા સાત વર્ષથી ફરાર ધાડનો આરોપી સુરત એલ.સી.બી. અને પેરોલ ફલો સ્કોડના સંયુક્ત ઓપરેશનમાં પકડાયો

સુરત, તા. ૧૪ મે,
સુરત ગ્રામ્ય એલ.સી.બી. અને પેરોલ/ફલો સ્કોડની સંયુક્ત ટીમે અત્યંત મહત્વપૂર્ણ કામગીરી અંજામ આપી છે. લાજપોર મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા લઈને છેલ્લા સાત વર્ષથી ફરાર રહેલા અને ગંભીર ધાડના ગુનાઓમાં વોન્ટેડ આરોપી રમેશ રામચંદ્ર વસનુનયા (ઉ.વ. ૪૭, રહે. બાવડી, જિ. ઝાબુઆ, મ.પ્ર.)ને મધ્યપ્રદેશમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.

અરોપી સામેના ગુનાઓની વિગતો:
આ આરોપી એ વર્ષ ૨૦૧૦માં સુરતના કોઝવે નજીક આવેલા કે.એમ. ચોક્સી જ્વેલર્સમાં લગભગ ૨૫-૩૦ સાથીદારો સાથે મળીને ઘાતક હથિયારોથી સજ્જ બની રિવોલ્વર બતાવીના ધમકી આપી હતી અને શોરૂમમાંથી રૂ. ૬.૨૫ કરોડની લૂંટ ચલાવી હતી. આ કેસમાં આરોપીને લાજપોર જેલમાં સજા મળી હતી.

જેલમાં સજા દરમિયાન પેરોલ રજા મળતા તે પોતાની વતન બાવડી, ઝાબુઆ (મ.પ્ર.) જઈ છૂપી ગયેલો હતો.

પુલીસ ઓપરેશનનો ખાકો:
DG શ્રી પ્રેમવીરસિંહ તથા DCP શ્રી હિતેશકુમાર જયસરે પેરોલ તથા વચગાળાની રજા પરથી ફરાર આરોપીઓને શોધવા તમામ પોલીસ તંત્રને સૂચના આપેલી હતી.
તે અનુસંધાનમાં પેરોલ સ્કોડની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ખાસ તપાસ હાથ ધરી. ચોક્કસ બાતમીના આધારે એ.એસ.આઈ. રોહિતભાઈ બાબુભાઈ, હે.કો. જગદીશભાઈ આબાજીભાઈ તથા પો.કો. હરીપકભાઈ અનિલભાઈ સહિતની ટીમે એ.એન. ચૌહાણના માર્ગદર્શન હેઠળ મધ્યપ્રદેશ પહોંચી, સ્થાનિક પોલીસની મદદથી સ્થળ પર દરોડા પાડી આરોપીને ઝડપી પાડ્યો.

અરોપી સામે નોંધાયેલા અન્ય ગુનાઓ:

  1. કોઝવે, સુરત: IPC કલમ 395, 397, 450, 120B તથા Arms Act કલમ 24, 25(1-B)
  2. ઝાલોદ, દાહોદ: IPC કલમ 379, 114
  3. અમરાવતી, મહારાષ્ટ્ર: IPC કલમ 395, 397, 366, 337, 427
  4. કલોલ, ગાંધીનગર: IPC કલમ 379

આ કામગીરી માટે પોલીસ કમિશનરશ્રી તથા DGP તરફથી એલ.સી.બી. સુરત ગ્રામ્ય અને પેરોલ સ્કોડની ટીમને પ્રશંસા અપાઈ છે.

સાંયુક્ત ટીમ:

  • એ.એન. ચૌહાણ, પો.સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી., સુરત ગ્રામ્ય
  • એ.એસ.આઈ. રોહિતભાઈ બાબુભાઈ
  • હેડકો. જગદીશભાઈ આબાજીભાઈ
  • પો.કો. હરિપકભાઈ અનિલભાઈ


સુરત ગ્રામ્ય પોલીસે ફરી એક વખત પોતાની ચુસ્ત કામગીરીથી પેરોલ ફરાર દોષિતને કાયદાના હવાલે કર્યો છે, જે પ્રશંસનીય છે.