ગિર સોમનાથ, તા. 18 એપ્રિલ 2025 –
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા ઉપર છોડવામાં આવેલ બાદ ફરાર થયેલા કેદીને કચ્છના માંડવી વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો છે. ગીર સોમનાથ એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડની સંયુક્ત કામગીરી દ્વારા આ સફળતા મળી છે.
જુનાગઢ રેન્જના ડી.આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ, ફર્લો અથવા વચગાળાના જામીન પર છોડાયેલા અને પછીથી ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ સંદર્ભમાં, એલસીબીના ઇંચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડના એએસઆઈ સુભાષભાઈ ચાવડા, પો.હેડ કોન્સ. પ્રવિણભાઈ મોરી અને અન્ય ટીમના સભ્યોને મળેલી સંયુક્ત બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ફરાર કેદીનું નામ:
ફારૂકભાઈ સલીમભાઈ સોઢા
નિવાસી – નવાબંદર ઇદગાહ વિસ્તાર, તા. ઉના, જી. ગીર સોમનાથ.
આ કેદી સામે ઉના ન્યાયાલયના ફેમિલી કેસ નં. ૨૬૫, ૨૫૭, ૨૫૮/૨૦૨૧ હેઠળ સી.આર.પી.સી કલમ ૧૨૫ હેઠળ કેસ ચાલી રહ્યો હતો અને રાજકોટ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. પેરોલ રજા પછી તે જેલમાં હાજર ન થતાં છેલ્લાં બે મહિનાથી ફરાર હતો.
કામગિરી કરનાર ટીમ:
- એ.બી. જાડેજા (પો.ઇન્સ. – એલસીબી)
- એ.સી. સિંધવ (પો.સબ ઇન્સ.)
- સુભાષભાઈ ચાવડા (એ.એસ.આઈ. – પેરોલ ફર્લો સ્કોડ)
- પ્રવિણભાઈ મોરી (પો.હેડ કોન્સ.)
- રામદેવસિંહ જાડેજા (એલસીબી એ.એસ.આઈ.)
- ભુપેન્દ્રસિંહ ચાવડા
- રાજુભાઈ પરમાર (ડ્રા. પો. હેડ કોન્સ.)
આ ટોળકી દ્વારા કચ્છના માંડવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ફરાર કેદીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ