મહિધરપુરા પોલીસ સ્ટેશન હદમાં રહેતા બે શખ્સોને પૈસા ડબલ કરવાની લાલચ આપી ₹5,00,000ની ઠગાઈ કરનારા ત્રણ ઠગોને ગણતરીના કલાકોમાં મહધરપુરા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.
આ આરોપીઓ પૈસાની લોભામણી યોજનાના જાળમાં ફરીયાદીને ફસાવીને રકમ લેવામાં સફળ થયા બાદ ફરાર થઈ ગયા હતા. જો કે મહધરપુરા પોલીસની ઝડપી કામગીરી, ટેક્નિકલ એનાલિસિસ અને જુદી-જુદી રેલવે સ્ટેશનો પર રહેલા RPFના સહયોગથી ત્રણેય આરોપીઓને દાહોદ અને રતલામ રેલવે સ્ટેશન પરથી ઝડપી લેવામાં આવ્યા છે.
🧾 ઘટના વિગત મુજબ:
મુખ્ય આરોપી કંજુમિયા ઉર્ફે માંગીલાલ માલીએ ફરીયાદીને ફોન કરીને જણાવ્યું હતું કે જો તે 10 લાખનું રોકાણ કરે તો તે રકમ ડબલ થઈ જશે. ફરીયાદી અને સાહેદે મળી ₹5,00,000 રોકડ રકમ આપી હતી અને આરોપીઓએ હોટલ સ્કાયલોન ખાતે બોલાવી ડબલ કરવાની વાત કરી હતી.
અરોપીઓએ બાકી ₹30,00,000 માટે ફરીયાદીની બાઈક પણ લઇ લીધી અને સ્થળ પરથી નાસી છૂટ્યા. ત્યારબાદ ફરીયાદીને શંકા આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
👮♂️ પોલીસે શરૂ કરી કામગીરી:
મહિધરપુરા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. H.M. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એચ.આર. ચૌધરી તથા પોલીસ સ્ટાફે તપાસ શરૂ કરી. RPF દાહોદ અને રતલામના સહયોગથી ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા.
રતલામ રેલવે સ્ટેશનેથી મુખ્ય આરોપી કંજુમિયા ઉર્ફે માંગીલાલ માલી ઝડપાયો, તેની પાસેથી ₹4,90,000 રોકડ રકમ પણ મળી આવી.
શાહઇખબેગ કાઝીબેગ અને મોહમ્મદ સલીમ મોહમ્મદ અકબર નામના બે અન્ય સહઅરોપીઓ પણ દાહોદ RPFના સહયોગથી પકડી લેવામાં આવ્યા.
🧑⚖️ આરોપીઓના નામ અને વિગતો:
કંજુમિયા ઉર્ફે માંગીલાલ માલી (ઉ.વ. 64) – રહેવાસી: ભવાનીમંડી, ઝાલાવાડ, રાજસ્થાન
શાહઇખબેગ કાઝીબેગ (ઉ.વ. 22) – રહેવાસી: ભવાનીમંડી, ઝાલાવાડ
મોહમ્મદસલીમ મોહમ્મદ અકબર (ઉ.વ. 31) – રહેવાસી: ભવાનીમંડી, ઝાલાવાડ
🧾 નોંધાયેલ ગુનો:
IPC કલમ 316(5), 318(4), 61(2) હેઠળ મહધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નં. 11210030250552/25 નોંધાયો છે.
🚨 કામગીરીમાં જોડાયેલ ટીમ:
મહિધરપુરા પોલીસ સ્ટાફ, પો.ઇન્સ. H.M. ચૌહાણ, પો.સ.ઇ. એચ.આર. ચૌધરી, તેમજ દાહોદ અને રતલામના RPF અધિકારીઓનો મહત્વનો ફાળો રહ્યો.
📢 નિષ્કર્ષ:
મહિધરપુરા પોલીસની ઝડપી કાર્યવાહી અને રેલવે પોલીસના સહયોગથી માત્ર ગણતરીના કલાકોમાં એક ગંભીર અને ગઠિત છેતરપિંડીના કેસમાં મોટા પ્રમાણમાં રોકડ રકમ પણ રિકવર કરવામાં આવી છે.
📝 અહેવાલ : બ્યુરો રિપોર્ટ મહિધરપુરા , સુરત