પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે 19મી જુલાઈની રાજકોટ-પોરબંદર અને પોરબંદર-ભાણવડ ટ્રેન સંપૂર્ણ પણે રદ કરાઈ.

જૂનાગઢ

પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદથી પાણી ભરાવાને કારણે 19મી જુલાઈ, 2024ની રાજકોટ-પોરબંદર અને પોરબંદર-ભાણવડ ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃ

1. ટ્રેન નંબર 19208 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
2. ટ્રેન નંબર 09551/09552 પોરબંદર-ભાણવડ-પોરબંદર ટ્રેનો 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.

રેલ પ્રશાસન મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે.

અહેવાલ -નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)