પોરબંદર માં સમસ્ત બ્રહ્મસમાજ નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ સાંદિપની વિદ્યાનિકેતન ખાતે કરશે.

પોરબંદર

આગામી તા.૧૯/૮/૨૪ ને શ્રાવણ સુદ પુર્ણિમાના પવિત્ર દિને સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે રાષ્ટ્રીય સંત શ્રી પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ની નિશ્રામાં બ્રાહ્મણોનાં મહાપર્વ શ્રાવણી નિમિત્તે નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હેમાદ્રી શ્રવણ સંકલ્પ,દશવિધિ સ્નાન, દેવર્ષિ અને મનુષ્ય તર્પણ કરી સપ્તર્ષિ મહાપૂજા કરી નૂતન યજ્ઞોપવિત ધારણ કરશે ત્યારબાદ ગાયત્રી મહામંત્ર પ્રધાન હોમ,ઉત્તરાત્રાત હોમ અને પૂર્ણાહુતી, આરતી, પૂ.ભાઈશ્રીના મહા પર્વ નિમિત્તે શુભાશિષથી સંપન્ન થશે

આ નૂતન યજ્ઞોપવિત ધારણ કરવા સમસ્ત બ્રહ્મસમાજ નેં સાંદિપની વિદ્યા નિકેતન તરફથી અમૂલ્ય અવસર નો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.નૂતન યજ્ઞોપવિત ધારણ કરવા આવનાર દરેકને પૂજાપો અને યજ્ઞોપવિત સંસ્થા તરફથી આપવામાં આવશે.ભાગ લેનાર તમામે પૂજા નાં પાત્રો, કળશ, તરભાણું, પંચ પાત્ર આચમની અને ધોતી તથા પિતાંબર લાવવાનું રહેશે કાર્યક્રમ સવારે આઠ કલાકે શરૂ થઈ જશે સમયસર સૌએ હાજર થઈ જવું

પૂજા કર્મ વિધિ વૈદિક યજ્ઞ પવિત્ર ઋષિ કુમારો દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરાવવામાં આવશે.નૂતન યજ્ઞોપવિત ધારણ કર્યા બાદ તમામ ભૂદેવો માટે મહા પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી છે.આ મહાપર્વની ઉજવણી માં બહોળી સંખ્યામાં ભૂદેવો ને ઉપસ્થિત રહેવા બ્રહ્મસમાજ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)