પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન હવે પૂર્વ નિર્ધારિત ટર્મિનલ સ્ટેશન સુધી દોડશે.

જૂનાગઢ : દક્ષિણ મધ્ય રેલવે દ્વારા સિકંદરાબાદ સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસ કામને કારણે થોડા સમય માટે પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન (20968/20967) નું ટર્મિનલ સ્ટેશન બદલવામાં આવ્યું હતું. હવે કામ પૂર્ણ થવા પર આ ટ્રેનને ફરીથી તેના મૂળ નિર્ધારિત ટર્મિનલ સિકંદરાબાદ સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાવનગર રેલવે મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું કે મુસાફરોની સુવિધા માટે અગાઉ જેવી જ ટ્રેનની સમયસર કામગીરી કરવામાં આવશે.

વિગતવાર સમયપત્રક આ મુજબ છે :

  • ટ્રેન નંબર 20968 (પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ સાપ્તાહિક) : દર મંગળવારે પોરબંદરથી રાત્રે 01:15 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 08:00 કલાકે સિકંદરાબાદ સ્ટેશન પર પહોંચશે.

  • ટ્રેન નંબર 20967 (સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક) : દર બુધવારે સિકંદરાબાદથી બપોરે 15:10 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે રાત્રે 21:50 કલાકે પોરબંદર સ્ટેશન પર પહોંચશે.

રેલવે વિભાગે મુસાફરોને અનુરોધ કર્યો છે કે તેઓ ટ્રેનના ઠેરાવો, કોચોની સંરચના અને અપડેટેડ સમયપત્રક માટે ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર માહિતી મેળવી શકે છે.

📍 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ